BREAKING NEWS

વાહ રે કાર્યકર્તાઓ: પ્રદેશ અધ્યક્ષનું ભાષણ ચાલુ હતું અને કાર્યકર્તાઓએ 'જમણવાર'ની લગાવી દીધી લાઇન

  • October 15, 2025 08:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્વાગત સમારોહમાં એકદમ હળવો અને સૌરાષ્ટ્રીય માહોલ જોવા મળ્યો હતો. સ્ટેજ પરથી પ્રદેશ પ્રમુખનું પ્રેરણાદાયી ભાષણ ચાલુ હતું, ત્યારે જ નીચે મેદાનમાં કાર્યકર્તાઓએ જે કર્યું, તે જોઇને ખ્યાલ આવે કે સૌરાષ્ટ્રના રાજકારણમાં 'જમણવાર'નું મહત્ત્વ કેટલું છે.


મહત્ત્વપૂર્ણ રાજકીય સંબોધન ચાલતું હોવા છતાં કાર્યક્રમમાં હાજર રહેલા ઉત્સાહી કાર્યકર્તાઓ ધીમે ધીમે જમણવારના સ્થળે જવા માટે લાંબી લાઈનો લગાવવા લાગ્યા હતા.

PM મોદી સાથે રાજકોટનો જૂનો નાતો
પ્રદેશ પ્રમુખે પોતાના વક્તવ્યમાં રાજકોટનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેના જૂના અને અતૂટ નાતાને યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું. "રાજકોટ સાથે નરેન્દ્ર મોદી સાહેબનો પણ જૂનો નાતો છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી બન્યા એ વખતે પ્રથમ વખત ધારાસભ્ય તરીકે રાજકોટવાસીઓએ જ ખોબલે-ખોબલે મત આપ્યા હતા. રાજકોટવાસીઓ માટે મોદી સાહેબનો પ્રેમ અનોખો છે, તેમના હૃદયમાં રાજકોટ અને રાજકોટવાસીઓનું સ્થાન છે." તેમણે રાજકોટના મીડિયાની પણ આગવી છાપની નોંધ લીધી હતી.


ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને સૌરાષ્ટ્રની પ્રણાલિકા મુજબ ઉષ્માભર્યો આવકાર મળ્યો. પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે કાર્યકર્તાઓ ઢોલ-નગારા અને ભવ્ય બેનરો સાથે સજ્જ હતા. કાર્યક્રમ દરમિયાન પ્રમુખે સ્ટેજ પરથી ખુદ હાથ જોડીને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application